@Heritage Wale @Seth. આમ તો શરૂઆતમાં ફિક્સ ના ભાવ થી જ ચાલુ થયું તું. પણ પછી ખાસ્સા દિવસ સુધી તો sub 2 માં સોદા થતાં જ હતા. એ પણ લગભગ ફિકસ કરતા 2.2x ભાવ પર.
આમાં મારા મત બુજબ 2 શક્યતા ઓ બંધ બેસે છે.
1. જેમ
@Bullrunner સાહેબ એ કીધુ એ પ્રમાણે અલગ અલગ સિટી ના દલાલો પાસે થી બાયર એ ડેટા મેળવી લીધો હોય અને એ પ્રમાણે કોશિશ એ કરતા હોય કે બધા કેટેગરીમાં થી એલોકો ને એલોટમેન્ટ મળે એટલે બેલેન્સ બનાવવા માટે આધે ઇધર જાઓ અને આઘે ઉધર જાઓ એવું કર્યું હોય શકે. જો આમ હોઈ તો બોવ સારી વાત છે. અને એવું માની શકાય કે રિટર્ન આશા મુજબ નું મળશે.
2. જામનગર નરેશ
@Jamnagar IPOholic એ કીધુ એ પ્રમાણે ડીફેંસિવ રમવાની કોશિશ પણ હોઈ શકે. એલોટમેંટ ઓછું મળે અને મળે તો સસ્તા ભાવ પર મળે. મૂળ તો ઇસ્યુ સક્સેસ છે એના માટે દરેક કેટેગરી માં પૂરો ભરાવો જોઈએ એ પણ ખાસ જરૂરી છે. એટલે આ સ્ટ્રીટેજી થી ઇસ્યુ પણ ફૂલ ભરાઈ જાય અને ઓછા ભાવ પર એલોટમેંટ પણ મળી જાય.
એટલે
@Chhote Lal સાહેબ એ કીધુ એ પ્રમાણે માત્ર દલાલ ને જ idea છે કે સુ થવાનું છે. સાચું ચિત્ર છેલ્લા દિવસે શેર ની કલોઝિંગ પ્રાઇઝ અને ૩.૩૦-૪ વાગ્યા ની વચ્ચે QIB સબક્રીપશન થી જ કલિયર થશે. ત્યાં સુધી બધું ધુધળું ધૂંધળું જ લાગે છે.
પણ, એક વાત સાફ થઈ ગઈ. હવે બોવ રિસ્ક લેવા માં મજા નથી. થોડો સારો ભાવ મળે એટલે માલ વેચી ને નીકળવામાં મજા છે. જો ઇસ્યુ ચાલુ છે તો પણ પન્ટરો ની હવા ટાઇટ થઇ જતી હોય તો પછી કંઈ નક્કી નો કેહવાય. ઈરાન યુદ્ધનો ફેક્ટર તો હજુ વિચાર્યો પણ નથી. એમનું બોમ્બિંગ વાલું આવ્યું તો પણ ભાવ ઊંચકાવ્યો તો દલાલો એ. હવે અચાનક થી બેસાડી દીધો ??!! એટલે કંઇ નક્કી નો કેવાય. હાથમાં એટલું બાથમાં લઈને નીકળી જવું. ઉપર ભૂલ થી ખૂલે તો ભલે લાલા ઓ મજા કરતા... આપણે પણ સારા એવા બનાવ્યા જ ને...